પોલીસે અડધી રાત્રે ભૂત બનીને વાહન ચાલકોને ડરાવતા 7 યુવકોની ધરપકડ કરી

  • 4 years ago
પોલીસે બેંગ્લોર શહેરમાં યશવંતપુર રોડ પર શરીફનગરના 20-22 વર્ષના 7 યુવકોની ધરપકડ કરી છે આ યુવકોનો ગુનો એ હતો કે તેઓ સફેદ કપડાં અને હેર વિગ પહેરીને ફેક ભૂત બનીને રસ્તા પરથી પસાર થતા લોકોને ડરાવતા હતા એટલું જ નહીં પણ આ બધા તેમના પરાક્રમનો વીડિયો ઉતારતા અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરતા હતા

સોલા દેવનહલ્લી પોલીસ સ્ટેશને જણાવ્યું કે, રવિવાર અને સોમવારની રાત દરમિયાન રાત્રે 2 વાગે 20 વર્ષનો શાન ખાલિક અને તેનો મિત્ર આ મસ્તી કરી રહ્યો હતો તે જ સમયે બંનેની ધરપકડ કરીને અમે પૂછપરછ કરી હતી અને અન્ય પાંચ લોકોની પણ ધરપકડ પણ કરી હતી

Recommended