અમદાવાદ: અરબી સમુદ્રમાં ઉદભવેલું મહા વાવાઝોડુંનું સંકટ ટળ્યું હોવાનું સત્તાવાર રીતે અમદાવાદ પ્રાદેશિક હવામાન ખાતા દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાત માથેથી મહાની ઘાત ટળતા તંત્રએ હાશકારો લીધો છે જો કે, વાવાઝોડું ટળ્યું છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે સાથે જ શિયાળાની 15મી નવેમ્બરથી શરૂઆત થતી હોવાની જાહેરાત કરી હતી જયંત સરકારે જણાવ્યું હતું કે મહા વાવાઝોડાનું હવે ગુજરાત પર સંકટ નથી આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ્યારે આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે ત્યારબાદ બે દિવસ વાતાવરણ સામાન્ય રહેશે શિયાળો 15મી નવેમ્બરથી શરૂ થશે શરૂઆતના તબક્કે ફૂલગુલાબી ઠંડી અનુભવાશે
Be the first to comment