Skip to playerSkip to main contentSkip to footer
  • 11/8/2019
વડોદરા: દેવઉઠી અગિયારસની સવારે વડોદરા શહેરના એમજીરોડ ઉપર આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો ચાંદીની પાલખીમાં નગરયાત્રાએ નીકળેલા ભગવાનની રાજમાતા શુંભાગીનીરાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પૂજા-અર્ચના કરી હતી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો સવારે 9 કલાકે નીકળ્યો હતો પરંપરાગત રીતે મહારાજા ગાયકવાડ પરિવારે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી ત્યારબાદ વિઠ્ઠલવિઠ્ઠલવિઠ્ઠલાના જયઘોષ વચ્ચે નગરયાત્રાએ નીકળ્યા હતા સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વરઘોડો મંદિરમાંથી સવારે 9 વાગે નીકળ્યો હતો, જે બપોરે 1 વાગે શ્રીમંત ગહીનાબાઈ બાગ લિંબુવાડીમાં શ્રી ગહિનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચશે જ્યાં બપોરે હરિ-હરનું મિલન થશે

Category

🥇
Sports

Recommended

0:34