અમદાવાદ:સરદાર પટેલની 144મી જન્મજયંતી નિમિત્તે જનસાધારણ એક્સપ્રેસમાં વિનાઇલ રેમ્પિંગથી સજ્જ LHB કોચ જોડાવામાં આવ્યા છે રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર LHB કોચ મુજફ્ફરપુર-અમદાવાદ-મુજફ્ફરપુર અને મુજફ્ફરપુર-હાવડા-મુજફ્ફરપુર ટ્રેનમાં જોડવામાં આવ્યા છે જનસાધારણ એક્સપ્રેસ કોચ પર સરદાર પટેલની તસવીરો તથા સૂત્રો પણ લખવામાં આવ્યા છે LHB કોચની વિશેષતાઓ
આ કોચ 160થી 200 કિલોમીટરની સ્પીડ પર દોડી શકે છે LHB કોચ સ્ટેનલેસ સ્ટીલથી બનેલા છે આ કોચમાં ડિસ્ક બ્રેક છે તથા વ્હિલની સાઇઝ નાની છે LHB કોચમાં ટ્રેનનો આવજ ઓછો આવે છે દુર્ઘટના સમયે આ કોચ એકબીજા પર ચઢી જતા નથી
Be the first to comment