મુંબઈઃમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા છતા ભાજપ-શિવસેના ગઠબંધને અત્યાર સુધી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો નથી શિવસેના સતત કડક વલણથી ભાજપ પર દબાણ કરવાના પ્રયાસમાં વાગી ગઈ છે મંગળવારે પાર્ટી પ્રવક્તા અને રાજ્યસભા સંસાદ સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેના હવાલાથી કહ્યું કે, રાજ્યમાં કોઈ દુષ્યંત નથી જેનો પિતા જેલમાં હોય અમારી પાસે પણ વિકલ્પ છે, પરંતુ અમે અન્ય વિકલ્પો સ્વિકારવાનું પાપ કરવા માગતા નથી
Be the first to comment