યૂરોપિયન યૂનિયન (EU) સાંસદોના પ્રતિનિધિમંડળે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન વડાપ્રધાન અને સાંસદો વચ્ચે કાશ્મીરની હાલની પરિસ્થિતી અંગે ચર્ચા થઈ હતી મોદીએ તેમના સંબોધન દરમિયાન સાંસદો સહિત ભારતના અન્ય ભાગોના પ્રવાસ માટે શુભકામનાઓ આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે, જે પણ દેશ આતંકવાદનું સમર્થન કરે છે તેની વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરવાની જરૂર છે વડાપ્રધાને કહ્યું કે, આતંકના ખાત્મા માટે ઝીરો ટોલરેન્સ નીતિ અપનાવવી જોઈએ
Be the first to comment