બિન લાદેન પછી ઈસ્લામિક સ્ટેટ્સ (IS)ના નેતા અબુ બકર અલ બગદાદીને નશ્યત કરવામાં પણ અમેરિકાને ભારે મોટી સફળતા મળી છે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલી વિગતો મુજબ, અલ બગદાદીને ખતમ કરવાના ઓપરેશનમાં 8 હેલિકોપ્ટર પર સવાર કુલ 60 કમાન્ડો ઉપરાંત અમેરિકન ફોજની તાલીમબદ્ધ ડોગ સ્ક્વોડનો ઉપયોગ કરાયો હતો ભારે ખતરનાક ગણાતી આ ડોગ સ્ક્વોડના બેલ્જિયન મેલિનોઈસ પ્રજાતિના કુલ 9 કૂતરાંઓએ અલ બગદાદીને ઘેરીને એક છેડેથી બંધ સુરંગમાં ધકેલી દીધો હતો, જેને લીધે ભાગવાનો રસ્તો ન મળતાં બગદાદીએ ત્રણ દીકરાઓ સહિત આત્મહત્યા કરી લીધી હતી