ભારત-અમેરિકા વચ્ચે ઝડપથી વેપાર સમજૂતી થશે - સીતારમણ

  • 5 years ago
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર સમજૂતી ઝડપથી થઈ શકે છે આંતરારાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)માં શનિવારે અમેરિકાના નાણાં મંત્રી સ્ટીવન ન્યુકિન સાથેની મુલાકાત બાદ સીતારમણે કહ્યું કે બંને દેશોની સરકાર વેપાર સમજૂતી પર ઝડપથી કામ કરી રહી છે અને ઝડપથી આ મુદ્દે સહમતી થઈ શકે છે

સીતારમણે કહ્યું કે અમેરિકાના નાણાં મંત્રી નવેમ્બરની શરૂઆતામાં ભારત આવી શકે છે તે પહેલા જ અમારી વચ્ચે વેપાર ડીલની કેટલીક શરતો પર ચર્ચા થઈ હતી જોકે હાલ નાણાં મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર તેની પર વાતચીત કરી રહ્યાં છે મને માહિતી છે કે ડિલ માટે બંને દેશ મજબૂતીથી જોડાયા છે

Recommended