ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાને બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું

  • 5 years ago
ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન હવે દુનિયાનું ધ્યાન ખેંચવા માટે બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે માનવામાં આવી રહ્યું છે કે આજ કારણે પાકિસ્તાને કરાચી એરસ્પેસને ત્રણ દિવસ માટે બંધ કર્યું હતું

જમ્મુ કાશ્મીરમાં ભારત સરકારના નિર્ણય બાદ નિરાશ પાકિસ્તાનને દુનિયાના એક પણ ખુણેથી મદદ મળી રહી નથી જેથી તેના વડાપ્રધાન ઈમરાન ખાન અને ત્યાંના મંત્રી સતત યુદ્ધની પોકળ ધમકીઓ આપતા રહે છે આ યુદ્ધની વાતને ધ્યાનમાં રાખી પાકિસ્તાન ગજનવી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે આ મિસાઈલની રેન્જ 300 કિમીની છે પાકિસ્તાનના નેશનલ ડેવલપમેન્ટ કોમ્પલેક્ષ પંજાબ(પાકિસ્તાન)ના ફતેહગંજમાં તેને ટ્રેક કરવામાં આવશે સાથે જ આ મિસાઈલનું ટેસ્ટિંગ બલૂચિસ્તાનમાં કરવામાં આવશે

મહત્વનું છે કે, પાકિસ્તાની પીએમ ઈમરાને એક સપ્તાહ પહેલા એક ઈન્ટરવ્યૂમાં પરમાણું યુદ્ધના સંકેત આપ્યા હતા ત્યારબાદ 26 ઓગસ્ટે ન્યૂઝ ચેનલોમાં આ નિવેદનને બતાવવામાં આવ્યું હતું

Recommended