રાજકોટ:શહેરના ફૂલછાબ ચોકમાં આવેલી હોટલમાં સદામ નામનો શખ્સ મફ્તમાં ખાવા માટે હોબાળો મચાવ્યો હતો બાદમાં તેની સાથે રહેલા છથી સાત લોકોએ સોડા બોટલના ઘા કરી હોટલમાં તોડફોડ કરી હતી જેમાં એક વ્યક્તિની ખભાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો સવારે ચાના પૈસા માગતા બપોરે આવી તોડફોડ કરી હતી
Be the first to comment