પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે મુંબઈમાં કહ્યું છે કે, ભાજપને જેના માટે મત મળ્યા તે કામ કરવામાં જ ભાજપ નિષ્ફળ રહ્યું છે મહારાષ્ટ્રમાં વિનિર્માણ ગ્રોથ છેલ્લા ચાર વર્ષથી સતત ઘટી રહ્યો છે તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યમાં એક પાર્ટીની સરકારવાળુ મોડલ ફેલ થઈ ગયું છે જેની બીજેપીએ વોટ માટે ખૂબ ચર્ચા કરી હતી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વખતે મનમોહન સિંહે કહ્યું કે, મહારાષ્ટ્ર આર્થિક સુસ્તીથી ખૂબ પ્રભાવિત થઈ રહી છે
Be the first to comment