મહેસાણાઃ મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતીજેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો ઘીના નામે તેલ બનાવટની વનસ્પતિ બજારમાં ગ્રાહકોને પધરાવામાં આવતી હોવાની બુમરાડ ઉઠતી હોય છેઆ દરમ્યાન ઘીમાં ભેળસેળની આશંકામાં શનિવારે રાત્રે પહેલા મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ 33,દયાનંદપાર્ક સોસાયટીમાં ઘીના વેપારી જીતેન્દ્રકુમાર ચતુરદાસ પટેલને ત્યાં તપાસ કયા બાદ રેલો વડનગર સુધી પહોંચતાં ટીમ વડનગર પહોંચીને ગંજબજારમાં બીપીનકુમાર મહેશભાઇ પ્રજાપતિના મેબીંદુ ફેટસ કેર એન્ડ પ્રોટીન્સ પેકેજીગ ફેક્ટરીમાં તપાસ આદરી હતી
Be the first to comment