ગોંડલઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ ગોંડલ અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૨૩૫મો ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ભાવભેર ઉજવાઈ ગયો આ મહોત્સવનો લાભ લેવા દેશ અને પરદેશથી હજારો હરિભક્તો નો પ્રવાહ ગોંડલ ભણી આવ્યો હતો સવારે મહંત સ્વામીની પ્રાતઃ પૂજા બાદ યોજાયેલી કળશયાત્રામાં દેશ-વિદેશથી પધારેલા સંતો અને હરિભકતો જોડાયા હતા અક્ષર ઘાટ પર પ્રમુખસ્વામી મહારાજના અસ્થિ વિસર્જનને આ વર્ષે ચાર વર્ષ પુરા થતા હોય અક્ષર ઘાટ પર પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા નુ આયોજન કરવામાં આવ્યું હતું શરદપૂનમની મુખ્ય સભા સાંજે 6:00થી 9:00 દરમિયાન યોજવામાં આવી હતી આ વર્ષે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત "વચનામૃત’ મધ્યવર્તી વિચાર સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આજનો આ સમગ્ર ઉત્સવ એ મહા પુરુષને સમર્પિત કરવામાં આવ્યો હતો જેણે પોતાનું સમગ્ર જીવન સમાજ માં રહેલા દુષણો-બદીઓ દૂર કરી સમાજ ઉદ્ધરના કર્યા માં વિતાવ્યું હતું
Be the first to comment