જાપાનમાં હગિબીસ તોફાનથી તટીય વિસ્તારોમાં પૂર,16 ફુટ સુધી પાણી ભરાયા

  • 5 years ago
જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી તોફાન હગિબીસે ભારે તારાજી સર્જી છે ઝડપી હવાઓ અને ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પૂર આવ્યું છે આ કારણે લગભગ 14 લોકોના મોત થયા છે જ્યારે 16 લોકો ગુમ છે માત્ર 24 કલાકમાં જ કેટલીક જગ્યાઓએ 935 સેન્ટીમીટર સુધી વરસાદ થયો છે તોફાન શનિવારે જાપાનના પૂર્વોતર તટ સાથે ટકરાયું હતું ચિબા, ગુનમા, કનાગાવ અને ફુકુશિમામાં સૌથી વધુ તારાજી થઈ છે સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, લગભગ 90 લોકોને ઈજાઓ થઈ છે

ભારે વરસાદના કારણે રાજધાની ટોકયોની આસપાસના વિસ્તારોમાં 16 ફીટ સુધી પાણી ભરાયા છે ટોકયોથી 50 કિમી દૂર આવેલા કાવાગોઅ શહેરમાં તો પૂરના કારણે એક વૃદ્ધાશ્રમમાં 260 લોકો ફસાયા હતા બાદમાં તેમને હોળીથી બહાર કાઢવામાં આવ્યા હતા આ સિવાય નાગાનોની ચિકુમા નદીમાં વરસાદથી રેલવે બ્રીજ ધોવાઈ ગયો હતો મોટા ભાગના વિસ્તારોમાં ટ્રેન સેવાઓને પણ રોકવામાં આવી હતી

Recommended