જૂનાગઢ: માંગરોળ તાલુકાનાં શીલ ગામે ‘મોગલ છેડતા કાળો નાગ’ ગરબા પર 3 બાળાઓના હાથમાં જીવતા સર્પ અપાયા હતા જેને પગલે આરએફઓ જે એસ ભેડાએ ફરીયાદી બની વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાં તેણે ગરબીનાં આયોજક નિલેશ જોષી, બાળાઓને સર્પ પકડતાં શીખવનાર સ્નેક કેચર જુમા જમાલ સાતી અને ગરબામાં સર્પ પકડીને ઉભેલી 3 બાળાઓ સામે કાર્યવાહી કરી હતી ઝેરી સર્પ કરડે નહીં એ માટે તેના બે દાંત તોડી નાંખવામાં આવ્યા હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યાનું આરએફઓ ભેડાએ જણાવ્યું હતું વનવિભાગે આયોજક અને સ્નેક કેચરને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા જ્યારે 1 બાળાને જુવેનાઇલ કોર્ટમાં મોકલી 2 બાળાઓને દંડ કર્યો હતો
Be the first to comment