પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ) કાર્યકર્તાના પરિવાર સહિત હત્યા અંગે રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા બેનર્જી સરકારને આડેહાથે લીધી છે તેમણે ગુરુવારે કહ્યું કે, આ જધન્ય હત્યાકાંડમાં રાજ્યની કાયદા વ્યવસ્થાની સ્થિતી કપરી બનતી જોવા મળી રહી છે આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદે(વિહિપ) બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે સાથે જ ઘટનાના વિરોધમાં ભાજપ અને RSSએ પ્રદર્શન પણ કર્યું હતું
રાજ્યપાલે કહ્યું કે, આ ઘટના દુઃખદ છે આ લોકતાંત્રિક વ્યવસ્થા પર કાળો ધબ્બો છે એક શિક્ષક, તેમની ગર્ભવતી પત્ની અને દીકરાની કરપીણ હત્યા કરી દેવાઈ હતી પણ તૃણમૂલ સરકાર તરફથી માનવતાને શરમમાં મૂકનારી આ ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આવી ન હતી મેં આ મામલામાં અધિકારીઓ પાસેથી અપડેટ મંગાવ્યા છે આશા છે કે મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે