રાજકોટ:રાજકોટના વિછિયા ગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી આ ઘર્ષણમાં 15થી વધુ લોકોને ઈજાઓ થઈ છે જેમાંથી 10 લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા છે પોલીસે બંને જૂથના 15 લોકોની અટકાયત કરી છે અથડામણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી વિછિયાના મુખ્ય બજારમાં ઘર્ષણ સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બંને પક્ષો સામ-સામે લાકડી વડે હુમલાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે