મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ ફાઇટર પ્લેન ફ્રાન્સ દ્વારા સોંપવામાં આવ્યું છે ફ્રાન્સના મેરિનેક એરબેઝ પર તેઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા જ્યાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી આ સમયે ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ રાજનાથસિંહ સાથે ઉપસ્થિત હતા રાજનાથસિંહે કહ્યું હતું કે આ પ્લેનના ભારતમાં આવવાથી વાયુસેનાની શક્તિમાં વધારો થશે રાજનાથસિંહે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનવિધિ કરી હતી પ્લેન પર ઓમ લખ્યું હતું અને નાળિયેર પણ વધેરવામાં આવ્યું હતું પ્લેનના ટાયર નીચે લીંબૂ પણ મુકવામાં આવ્યા હતા પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે દરેક ભારતીય તેના સાક્ષી બનશે રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી હતી