ભુજ:કચ્છના દરિયામાં BSFને પેટ્રોલિંગ સમયે લખપત લકી ક્રીક નજીકથી ગઈકાલે સાંજે એક પેકેટ મળ્યું હતું અને આજે પણ સવારે કોટેશ્વર નજીકના દરિયાઈ વિસ્તારના લક્કીનાળા ક્રીક વિસ્તારમાંથી એક બીજું પેકેટ મળી આવ્યું છે પ્રત્યેકની કિંમત 5 કરોડ છે રવિવારે સાંજે બીએસએફની 108 બટાલિયનને ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું જ્યારે આજે પણ ડ્રગ્સનું પેકેટ મળ્યું છે ઉલ્લેખનીય છે કે મે માસમાં કોસ્ટ ગાર્ડે પકડેલી અલ મદીના બોટમાં 194 પેકેટ સાથે ડ્રગ્સના કેરિયરોને ઝડપ્યા હતા ત્યારબાદ BSF અને પોલીસને ડ્રગ્સના સંખ્યાબંધ પેકેટ મળ્યા હતા જુલાઈમાં છેલ્લે ડ્રગ્સના પેકેટ મળ્યા હતા
Be the first to comment