નવરાત્રિના પવિત્ર દિવસોમાં દેશભરમાં દુર્ગાપૂજાનું અનેરું મહત્વ હોય છે કોલકાતામાં અનેક જગ્યાઓએ અલગ-અલગ થીમ પર દુર્ગાપૂજા માટેના પંડાલની રચના કરવામાં આવે છે જેમાં કોલકાતાનાં બેલીયાઘંટા દુર્ગાપૂજા પંડાલ 2019ની થીમ સર્વધર્મ સમભાવ રાખવામાં આવી છે જે અનુસાર 33 પલ્લી પંડાલમાં માતાનાં દર્શને પ્રવેશનાર વ્યક્તિ પાસે અઝાન, હિન્દુ મંત્ર અને ચર્ચનાં ઘંટનો અવાજ સંભળાવવામાં આવે છે આ ઉમદા કાર્યનો મુખ્ય હેતુ લોકોમાં દરેક ધર્મ પ્રત્યે આદરભાવ લાવવાનો છે ઉલ્લેખનીય છે કે , બેલીયાઘંટા 33 પલ્લીમાં આવેલ દુર્ગા પંડાલનો વીડિયો તેની અલગ થીમને કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે
Be the first to comment