Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
મધ્ય પ્રદેશના છતરપુરમાં કુખ્યાત ગેંગે અન્ય ગેંગના લીડરને દબોચીને તેને ઢોરમાર માર્યો હતો નવાઈની વાત તો એ હતી કે ભોગ બનનાર ગેંગસ્ટર પોલીસ ચોપડે છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ હતો આખી ઘટનાનો વીડિયો પણ આરોપીઓએ જ વાઈરલ કરતાં જ પોલીસબેડામાં હડકંપ મચી ગયો હતો કાયદો અને વ્યવસ્થાનાં ધજીયાં ઉડતાં સફાળી જાગેલી પોલીસે પણ 11 આરોપીઓ અને ભોગ બનનાર કુખ્યાતને પણ દબોચી લીધા હતા
વિરોધી ગેંગના હાથે માર ખાનાર અન્ય બદમાશનું નામ સંજુ શર્મા હોવાનું સામે આવ્યું હતું પોલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે બંને ગેંગના સાગરિતોને એકબીજાની સાથે મળીને કામ કરતા હતા જો કે પીડિત સંજૂએ ધીરે ધીરે ગેંગલીડર એવા ઝફ્ફૂ ખાનની બહેન સાથે વાતચીત કરવાનું શરૂ કરીને તેને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું આવી હેરાનગતિથી કંટાળેલી યુવતીએ કુખ્યાત ગેંગલીડર એવા તેના ભાઈને કરતાં તેણે સંજૂનું અપહરણ કરીને તેની આવી હાલત કરી હતી વાઈરલ વીડિયોંમાં જોવા મળતા દરેક બદમાશ સામે ડઝન કરતાં પણ વધુ ગુનાઓ નોંધાયેલા છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago