જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં શનિવારે સવારે ડેપ્યુટી કમિશનર કાર્યાલય પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો આતંકીઓએ ડીસી કાર્યાલયની સુરક્ષામાં તહેનાત સુરક્ષાબળો પર ગ્રેનેડ ફેંક્યો હતો અને ફરાર થઈ ગયા હતા જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે, હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે જેમાં એક ટ્રાફિક પોલીસકર્મી અને એક પત્રકાર પણ સામાન્ય ઈજા થઈ છે સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવાયું છે
જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યાને અંદાજે 2 મહિના જેટલો સમય થઈ ગયો છે તેમ છતા ઘાટીમાં તણાવની સ્થિતી છે સરકારે ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થાને વધારી દીધી છે ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરમાં બે અલગ અલગ સ્થળે સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 6 આતંકવાદી માર્યા ગયા હતા જ્યારે એક જવાન શહીદ થયો હતો આ ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘવાયા હતા
Be the first to comment