એન્ટાર્કટિકામાં આમેરી આઇસ સેલ્ફમાં બરફના પહાડમાંથી મોટો ભાગ તૂટીને પડી ગયો છે આ આઇસબર્ગની સાઇઝ 1636 ચોરસવર્ગ કિમી છે જે અમદાવાદ શહેરની સાઇઝ (464 ચોરસ વર્ગ કિમી) કરતા સાડા ત્રણ ગણી અને ન્યૂયોર્ક શહેર(7838 ચોરસ વર્ગ કિમી) કરતા બમણી છે આ તૂટેલા આઇસબર્ગનું નામ D28 છે અને તેનું વજન 31500 કરોડ ટન છે આટલી મોટી સાઇઝનો બરફનો પહાડ પાણીમાં પડે ત્યારે તેનું મોનિટરીંગ પણ કરવામાં આવશે કારણ કે ભવિષ્યમાં શિપિંગ પર તે ખતરો ઉભો કરી શકે છે આ ઘટના અંગે વૈજ્ઞાનિકોનો મત છે કે તે કુદરતી પ્રક્રિયા છે , તેની પાછળ આબોહવા પરિવર્તન જવાબદાર નથી