ઉના: ઉનાના નવાબંદરથી 18 નોટિકલ માઇલ દૂર મધદરિયે બસીબેન ભગાભાઇ બાંભણીયાની અંબિકા પ્રસાદ નામની બોટ ડૂબી જતા 4 માછીમારો લાપત્તા બન્યા છે જ્યારે 3 માછીમારોને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા આ બનાવ મધરાત્રે બન્યો હતો જીજે એમએમ 5803 નંબરની બોટ હતી બનાવની જાણ થતા જ તંત્ર દોડતું થયું છે અને શોધખોળ હાથ ધરી છે માછીમારોની ભાળ મેળવવા હેલિકોપ્ટરની મદદ માંગવામાં આવી છે