ઈમરાને સ્વીકાર્યું- કાશ્મીર મુદ્દા પર ચીન સિવાય અન્ય દેશોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યા

  • 5 years ago
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યુ છે કે, કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ ઈમરાને મંગળવારે કહ્યું કે, કાશ્મીર મુદ્દા પર ખાસ ધ્યાન ન આપવા અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયથી તેઓ નારાજ છે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દરેક વૈશ્વિક મંચ આ મુદ્દાને ઉઠાવી રહ્યું છે, પણ ચીન સિવાય હવે તેને કોઈનો સાથ મળતો નથીઈમરાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સિવાયના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, હું આંતરરાષ્ટ્રીય સમુદાયથી નારાજ છું જો 80 લાખ યૂરોપિયન અથવા જ્યૂસ(યહૂદી) અથવા ફક્ત 8 અમેરિકી જ ક્યાંક ફસાયા હોય તો શું વૈશ્વિક નેતાઓનું વલણ આવું હોત? મોદી પર અત્યાર સુધી પ્રતિબંધ ખતમ કરવા અંગે કોઈ પ્રકારનું દબાણ કરાયું નથી, પરંતુ અમે તેની પર દબાણ કરવાનું ચાલું રાખશું 9 લાખથી વધારે ભારતીય સૈનિકો કાશ્મીરમાં શું કરી રહ્યા છે? એક વખત કર્ફ્યૂ ઉઠાવી લેવામાં આવશે તો કોણ જાણે ત્યાં શું થશે તમને લાગે છે કે કાશ્મીરી ચુપચાપ બેસશે?