પૂર્વ અભિનેત્રી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડી ચુકેલી ઉર્મિલા માતોંડકરે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાને પત્ર લખીને પાર્ટીની હાર માટે સ્થાનિક નેતાઓની ક્ષમતા, નબળાઈ, યોજનાઓ, કાર્યકર્તાઓની બેદરકારી અને ભંડોળની ખામીઓ અંગે રોદણાં રોવાની ફરિયાદ કરી છે પત્રમાં ઉર્મિલાએ પોતાના ચૂંટણી પ્રચાર માટે નિમણૂક કરાયેલા ચીફ કોર્ડિનેટર સંદેશ કોંડવિલકર અને બીજા પદાધિકારી ભૂષણ પાટિલ અને જિલ્લા અધ્યક્ષ અશોક સૂત્રાલેને જવાબદાર ગણાવ્યા છે 16મી મેના રોજ પત્રમાં ઉર્મિલા માતોંડકરે કહ્યું કે, તેમને જીત માટે ઘણી મહેનત કરી હતી પરંતુ કોંગ્રેસ સંગઠન પાસેથી અપેક્ષા પ્રમાણે સહયોગ મળ્યો ન હતો, ખાસ કરીને જે નેતાઓના નામ જવાબદાર ગણાવ્યા છે તેમની પાસેથી સહયોગ મળી શક્યો ન હતો રાજકારણમાં પહેલી વખત પગ મૂકનારી ઉર્મિલને કોંગ્રેસે દક્ષિણ મુંબઈથી ટિકિટ આપી હતી પરંતુ તેમને ભાજપના ગોપાલ શેટ્ટી સામે હારનો સામનો કરવો પડ્યો હતો
Be the first to comment