સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કારગિલ વિજય દિવસે 20 વર્ષ પૂરા છતા દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે જ બિપિન રાવતે કહ્યું હતું કે, પીઓકે અને અક્સાઈ ચીનનો જે હિસ્સો આપણાં નિયંત્રણમાં નથી તે વિશે દેશના રાજકીય નેતૃત્વએ નિર્ણય લેવો પડશે કે તેને કેવી રીતે મેળવી શકાય તે માટે રાજકીય રસ્તો અપનાવવો છે કે બીજો કોઈ રસ્તો તે સરકાર નક્કી કરશે
જ્યારે કાશ્મીરના યુવકોનું આતંકી બનવા વિશે બિપિન રાવતે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે, કાશ્મીરમાં બંદૂક અને યુવકો એક સાથે ન ચાલી શકે કાશ્મીરમાં જે પણ સેના સામે બંદૂક ઉઠાવશે તે કબરમાં જશે અમારો પ્રયત્ન છે કે, અહીંના યુવકો રોજગાર તરફ આગળ વધે અને પોતાના સારા ભવિષ્યનો રસ્તો બનાવે
Be the first to comment