અમદાવાદમાં મોડી સાંજે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ

  • 5 years ago
અમદાવાદઃશહેરના અનેક વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે શહેરના એસજી હાઇવે, નરોડા, સરસપુર, જમાલપુર, વાડજ, રાણીપ, બાપુનગર, વિરાટનગર સહિત સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદે આગમન કર્યું છે અચાનક જ વરસાદ વરસવાને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે જો કે, ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે આ ઉપરાંત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે

Recommended