સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, મોરબી જિલ્લામાં કરા પડ્યા

  • 5 years ago
અમરેલી: સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગઇકાલે બાબરા, ગોંડલ અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં 20 હજાર ગુણી મગફળી પલળી હતી જેની હરાજી કરવામાં આવી નથી ત્યારે સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમરેલીના ચલાલા, વડીયા, અમરેલી શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે જ્યારે ઝર, મોરઝર ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો મોરબી જિલ્લામાં કરા તથા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો

Recommended