રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ઉનામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 2 ઇંચ
  • 5 years ago
રાજકોટ:સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણ ધૂપછાંવવાળું જોવા મળી રહ્યું છે સમયાંતરે તડકો અને છાંયડો થઇ જતા વાતાવરણમાં અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં બપોરે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જ્યારે ઉનામાં એક કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર બે ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ બાબરાના દરેડ ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી
Recommended