Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
કેવડિયાઃ કેવડિયામાં તંત્ર દ્વારા સ્થાનિક લોકોની લારીઓ હટાવી દેવાતા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમનો ભરૂચનો કાર્યક્રમ ટુંકાવીને કેવડિયા પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં મનસુખ વસાવાએ રાજ્યના એડિશનલ એડિશનલ ચીફ સેક્રેટરી અને નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય ગણાવ્યા હતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી લોકો સિંગ અને મકાઇ વેચીને 500-1000 કમાઈ કુટુંબનું ભરણપોષણ કરે છે ત્યારે કેન્દ્ર સરકાર લોકોને રોજગારી આપવાની વાત કરે છે, તો બીજી બાજુ એસી મકાનમાં રહેતા આઇએએસ જે હાઇફાઇ લાઈફ જીવન જીવે છે, એમને ગરીબોનું જીવન ખબર નથી અને હાલમાં એક અંગ્રેજ ગુપ્તા આવ્યો છે, જે જાત જાતના કાયદા બનાવે છે અને ગરીબોની રોજી છીનવાઈ તેની ચિંતા નથી કરતા

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago