જાપાનમાં પૂરથી 9 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ
  • 5 years ago
મૂશળધાર વરસાદના લીધે જાપાનના દક્ષિણ પશ્વિમી ટાપુમાં પરિસ્થિતિ વિકટ બની છે પૂરના લીધે 9 લાખ લોકોને સ્થળાંતર કરવાનું પ્રશાસને જણાવ્યું છે પૂર અને ભૂસ્ખલનના લીધે 2 લોકોનું મોત નિપજ્યું છે જ્યારે એક લાપતા છે ક્યુશુ દ્વીપ પર બુધવારથી આ પરિસ્થિતિ સર્જાઇ છે છેલ્લા 48 કલાકમાં સરેરાશ ઓગસ્ટમાં પડતા વરસાદ જેટલો વરસાદ પડી ચૂક્યો છે તેના લીધે રસ્તાઓનું ધોવાણ થયું છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે પરિવહનની સેવાઓ ઠપ થઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે

મીડિયા રિપોર્ટ પ્રમાણે એક વ્યક્તિ કારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો આ કાર ટાકેઓ શહેરના રોડ પર મળી હતી જે પાણીના પ્રવાહમાં તણાઇ ગઇ હતી જ્યારે બીજા એક શખ્શને વાહનમાંથી બહાર કાઢ્યો ત્યારબાદ તે એ તણાઇ ગયો હતો એક મહિલા બેભાન હાલતમાં કારમાં મળી આવી હતી જેને હજુ ડોક્ટરોએ મૃત જાહેર કરી નથી
Recommended