જૂનાગઢ:ગાંઠીલા પાસેથી પસાર થતી કાર પુલ સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત થયો હતો કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા 7 લોકોમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા સમગ્ર ઘટનાનાં પગલે કારને તોડીને પાંચેયનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા હાલ તો પાંચેયનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે