નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી

  • 5 years ago
કેવડિયા/ભરૂચઃ ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે નર્મદા ડેમની સપાટી હાલ 13384 મીટર પર પહોંચી ગઇ છે ઉપરવાસમાંથી 5,55,021 ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમના 23 દરવાજા ખોલીને હાલ 4,04,900 ક્યૂસેક પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે રિવરબેડ પાવર હાઉસ અને 23 ગેટ બંને મળીને 4,71,596 ક્યૂસેક પાણી નર્મદામાં ઠલવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છેઅને કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે ગોર બ્રિજ ઉપરથી 3 મીટર પાણી વહી રહ્યું છે જેથી નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાના 40થી વધુ ગામોને એલર્ટ કરી દેવાયા છે

Recommended