નર્મદા નદીને જીવંત રાખવા સરકાર જાગી,1500 ક્યુસેક પાણી ગોડબોલે ગેટમાંથી છોડાયું

  • 5 years ago
રાજપીપલા : સરદાર સરોવર નર્મદા ડેમ ના દરવાજા બેસાડિયા બાદ નર્મદા નદીમાં છેલ્લા બે - ત્રણ વર્ષથી પાણીન છોડાતા નર્મદા નદી હાડપિંજર બની હતી ભરૂચ ખાતે નર્મદા નદી બિલકુલ સુકાઈ જતા દરિયાના ખારા પાણીથી કેટલાય માછીમારો અને ખેડૂતોની રોજગારી છીનવાઈ ગઈ જે માટે નર્મદા નદી કાંઠે વસતા લોકોએ આંદોલનો કરી રાજ્ય સરકારને અનેકવાર રજુઆતો પણ કરી કે નર્મદામાં પાણી છોડવામાં આવે અને આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ પણ કેન્દ્ર સુધી નર્મદા ડેમનું પાણી છોડવા અનેકવાર લેટરો પણ લખ્યા ત્યારે આજે મોડી મોડી પણ સરકાર જાગી અને જે નર્મદા ડેમમાં 600 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતું હતું

Recommended