પાલનપુર:ધાનેરા તાલુકાના આલવાડા ગામના ડેપ્યુટી સરપંચ સોમાભાઈ માળી પર ગામના જ એક શખસે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઈજાગ્રસ્ત ડેપ્યુટી સરપંચને સારવાર માટે તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે, ગામમાં પારસમલ શાહની દુકાન આગળ પંચાયતનું કામ ચાલતું હતું ત્યારે વારંવાર સિમેન્ટની બોરીઓની ચોરીઓની ઘટના બનતાં પુછવા જતાં પારસમલ ઉશ્કેરાઈ જઈ મારા પર હુમલો કરી દુકાનમાં ખેંચીને મારવા લાગ્યો હતો મને માર માર મારતા ગામના લોકોએ મને છોડાવ્યો હતો