લખનઉ: ધાર્મિક સ્થાનોમાં ભગવાનને અર્પણ કરાયેલા ફૂલ-હાર મુખ્યત્વે નદીઓમાં પધરાવી દેવામાં આવે છે જેમાંથી મુખ્યત્વે જળસ્ત્રોત પ્રદૂષિત થાય છે કાનપુરના અપૂર્વ મિસાલ,અંકિત અગ્રવાલ અને તેમની ટીમે 2017માં આવા ફૂલોને ભેગા કરાનું શરૂ કર્યું જેના ઉપયોગ વડે તેમણે ધૂપ-અગરબત્તી બનાવવાનું શરૂ કર્યું બે કિલો ફૂલથી સ્ટાર્ટ અપ શરૂ કરનારી આ ટીમ બે વર્ષ બાદ વર્ષના 850 ટન ફૂલોનું કલેક્શન કરી રહી છે આ સ્ચાર્ટઅપથી 80 મહિલાઓને રોજગારી મળી રહી છે
અપૂર્વના જણાવ્યા પ્રમાણે આ કારોબારનો વિચાર સ્ટાર્ટઅપના ફાઉન્ડર અંકિત અગ્રવાલને આવ્યો હતો તેઓ એક દિવસ મિત્રો સાથે ગંગા નદીના કિનારે બેઠા હતા તેમણે જ્યારે ગંગા નદીમાં પધરાવાયેલા ફૂલો અને કચરાને જોયો તો તેમણે આ ફૂલોને ઉપયોગમાં લેવાનો વિચાર કર્યો
બે મહિનાના રિસર્ચ અને 72000 રૂપિયાનું રોકાણ કરીને અંકિત અને ટીમે સ્ટાર્ટઅપ શરૂ કર્યું 10 લોકો વડે શરૂ થયેલાં આ સ્ટાર્ટઅપમાં અત્યારે 80 મહિલાઓ કામ કરે છે ફેક્ટરીમાંથી નીકળતી અગરબત્તી સહિતની પ્રોડક્ટના દિલ્હી,મુંબઈ,બેંગાલૂરુમાં ડિસ્ટ્રીબ્યૂટર્સ પણ છે આજે આ સ્ટાર્ટઅપનું ઉત્પાદન સિંગાપોર અને યુએસ સુધી પહોંચ્યું છે
બે વર્ષમાં જ આ સ્ટાર્ટ અપનું ટર્ન ઓવર 2 કરોડથી વધુનું થઈ ગયુ છે હવે તેમની ઈચ્છા એવા શહેરોમાં ફેક્ટરી શરૂ કરવાની છે જ્યાં વિખ્યાત મંદિરો આવેલાં છે સ્ટાર્ટઅપના માર્કેટિંગ હેડના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ સામેથી તેમનાં બિઝનેસમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો કેટલાય મંદિરો અને સામાજીક સંસ્થાઓ તેમની મદદ કરી રહી છે