Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
રાજસ્થાનના જયપુરની દ્રવ્યવતી નદીમાં વિદેશી યુવતીએ અચાનક કૂદકો માર્યો હતો તેના આવા પગલા બાદ તરત જ નજરે જોનાર લોકોએ પોલીસને જાણ કરી હતી નિર્વસ્ત્ર હાલતમાં જ નદીમાં કૂદી પડેલી આ યુવતીને બચાવવા માટે જાંબાઝ પોલીસકર્મી સામે આવ્યા હતા ઘટનાસ્થળે પહોંચેલા શિપ્રાપથ પોલીસ સ્ટેશનના એસએચઓ સુરેન્દ્ર યાદવે દિલધડક રેસ્ક્યુ કરીને તેને બહાર નીકાળી હતી વાઈરલ થયેલા વીડિયોઝ જોઈને અનેક યૂઝર્સે પોલીસકર્મીનાં વખાણ કર્યા હતા
પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ આ યુવતીએ નદીના ઉપરના ભાગ પર ખાસ્સીવાર સુધી આંટાફેરા માર્યા બાદ અચાનક તેણે કપડાં નીકાળી દીધાં હતાં લોકો પણ હજુ કંઈ સમજે તે પહેલાં જ યુવતીએ નદીમાં છલાંગ મારી હતી પાણીના પ્રવાહની સાથે જ તણાવા લાગેલી આ યુવતીની માહિતી તરત જ પોલીસને આપવામાં આવી હતી તેને બચાવવા માટે પાણીમાં કોઈ પણ જાતની સહાયક વસ્તુ લીધા વગર જ કૂદેલા સુરેન્દ્ર યાદવને પણ યુવતીના વિરોધનો સામનો કરવો પડ્યો હતો નશામાં ધૂત આ યુવતીએ તેમને લાતો મારી હતી તો બચકાં ભરવાનો પણ પ્રયત્ન કર્યો હતો અંતે ત્યાં હાજર કેટલાક યુવાનોની મદદ લઈને ઓશિન નામની આ યુવતીને બહાર નીકાળી હતી પોલીસે તેને સારવાર માટે દવાખાનામાં દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago