Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
દયાપરઃ કચ્છમાં ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તેવામાં સરહદી લખપત તાલુકાના હાજીપીર નજીક આવેલી સત્યેશ કંપનીની પાણીથી ઘેરાઇ ગઇ હતી જેના પગલે કંપનીમાંથી 285 કર્મચારીઓને એરલીફ્ટ કરી બચાવાયા હતા બપોરથી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યુ હતુ આ રેસ્ક્યુ ઓપરેશનના પગલે પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તૌલંબિયા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા નરા ગામના પૂર્વ સરપંચ રાજુભાઇ સરદારે જણાવ્યુ હતુ કે, ગત રાત્રીથી વરસાદના પગલે રણમાં પાણી ભરાયા હતા જેના પગલે અહીના નરા, મથલના ડેમ તથા અન્ય તળાવો ઓવરફ્લો થયા હતા તેનુ બધુ પાણી આ વિસ્તારમાં આવ્યુ હતું તેના પગલે રણ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો તેથી અહી આવેલી સત્યેશ કંપની પાણીથી ઘેરાઇ ગઇ હતી કંપનીમાંથી બહાર નિકળવુ અશક્ય બની ગયુ હતું કંપનીમાં 285 કર્મચારીઓ ફસાયા હતા આ વાતની જાણ થતા વહીવટી તંત્ર સતર્ક બન્યુ હતુ

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago