રાજકોટ: છેલ્લા 17 કલાકથી લાપતા બનેલા યુવાનની લાશ ચુનારાવાડના બેઠા પુલ પાસેથી મળી આવી છે ગઈકાલે ભારે વરસાદના પગલે વિપુલ નામનો યુવક પાણીમાં તણાઈ ગયો હતો જેથી ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલથી જ તેન શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે આજે 17 કલાક બાદ વિપુલની લાશ ચુનારાવાડના બેઠા પુલ પાસેથી મળી આવી છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદના 13 કલાક બાદ પણ પાણી ઓસર્યુ નથી આ સાથે જ ભારે વરસાદના પગલે 123 સગર્ભાને સલામત સ્થળે ખસેડાઈ હતી
Be the first to comment