Skip to playerSkip to main contentSkip to footer
  • 8/10/2019
અમદાવાદઃ 8 જુલાઈની મધરાતની શહેરના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે શુક્રવારે દિવસ દરમિયાન અવિરત મેઘ સવારી ચાલુ રહી હતી પરંતુ સાંજ 7 વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યું અને શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયા અને અમદાવાદીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા આખી રાત વરસાદે શહેરને બાનમાં લીધું હતું જેને પગલે સવારમાં શહેરીજનોને દૂધ-શાકભાજી અને ન્યૂઝ પેપર પણ મોડા પહોંચ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 8 જુલાઈના સવારના છ વાગ્યાથી આજના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં શહેરમાં સરેરાશ 134 મિમિ એટલે કે લગભગ સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ સૌથી વધુ સરખેજમાં 219 મિમિએટલે કે સાડા આઠ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ નરોડામાં 86 મિમિ એટલે ત્રણ ઈંચ વરસાદ થયો છે

Category

🥇
Sports

Recommended

0:34