બોરસદ: બોરસદ તાલુકાના પીપળી ગામના 3 યુવાનોને મલેશિયામાં બંધક બનાયા હોવાની જાણ થતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે 3 યુવાનો પૈકીના 1 યુવાને પરિવારજનને વીડિયો મોકલી છોડાવવા માટેની મદદ માંગી હતી આથી વીડિયો જોયા બાદ પરિવારજનોએ આણંદના સાંસદ મિતેષ પટેલનો સંપર્ક કર્યો હતો તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને યુવાનોને મલેશિયાથી હેમખેમ પરત ભારત લાવવા પ્રયાસો શરૂ કરાયાં હતાં ત્યારબાદ મોડી સાંજે 3 યુવાનોને ભારતીય એમ્બેસીમાં લવાયા હતાં આ અંગેની પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ 2-3 દિવસ બાદ આ યુવાનોને પરત ભારત આવી જશે આ સમાચારની જાણ થતાં પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો