ઢાઢર નદીમાં યુવાન પર મગરનો હુમલો, કહ્યું-જેમ તેમ કરીને મગરના મોઢામાંથી છટકીને બહાર આવ્યો

  • 5 years ago
વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અભરાપુરા નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાથ ધોવા ગયેલા યુવાન ઉપર મગરે જીવલેણ હુમલો કર્યો હતો ખભાના ભાગે મગરે કરેલા હુમલામાં મગરનો દાંત યુવાના ખભામાં ખૂંપી ગયો હતો મગરના હુમલામાં ગંભીર ઇજા પામેલા યુવાનને 108 એમ્બ્યુલન્સમાં વડુ પ્રાથમિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તબીબો દ્વારા યુવાનના ખભામાં ખૂંપી ગયેલો મગરનો દાંત બહાર કાઢ્યો હતો જેની પર હુમલો થયો તે યુવાન કાલીદાસ વસાવાએ જણાવ્યું હતું કે, જ્યારે મગરે હુમલો કર્યો ત્યારે હું ગભરાઇ ગયો હતો જેમ તેમ કરીને હું મગરના મોઢામાંથી નીકળીને બહાર આવ્યો હતો

Recommended