બોરસદ: મોટી શેરડી ગામે શનિવારે સાંજે નાળા પરથી પસાર થતા પાણીના વહેણમાં તણાઈ જતા બાળકનું મોત નીપજ્યું હતું મોડીરાત સુધી મૃતદેહની શોધખોળ કરી પણ કોઈ પતો લાગ્યો ન હતો ત્યારે આજે વહેલી સવારે ફરીથી શોધખોળ શરૂ કરતા પાણીના વહેણ તરફ તણાઈ ગયેલા હરપાલસિંહ વનરાજસિંહ ઝાલા મકવાણાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પીએમ માટે બોરસદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો