બૉલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે બૉલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલ ફરી એક વખત ચર્ચાઓમાં છે સ્નેહાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાંક ફોટોઝ પોસ્ટ કર્યા છે જે ચર્ચામાં છે શોર્ટ ડ્રેસિસમાં સ્નેહાનો દિલકશ અંદાજ તેમના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે એક સમયે સ્નેહાને એશ્વર્યાની ડુપ્લીકેટ ગણવામાં આવતી હતી જોકે બાદમાં તેણે બૉલિવૂડથી દૂરી બનાવી લીધી અને હાલ સ્નેહા સાઉથની ફિલ્મોમાં વ્યસ્ત છે