Skip to playerSkip to main content
  • 6 years ago
વડોદરાઃ વડોદરા શહેરમાં 20 ઈંચ ખાબકેલા વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિને પગલે જનજીવન પ્રભાવત થયું છે આજે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળતા મુસ્લિમ સમાજનો એક જનાજો ટ્રેક્ટરમાં કાઢવો પડ્યો હતો વડોદરામાં ભારે વરસાદના કારણે ચાર દરવાજા, સુભાનપુરા, ગોત્રી, ન્યૂ વીઆઇપી રોડ, રાવપુરા, વાસણારોડ, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુર, કારેલીબાગ, વાઘોડીયા રોડ સહિતના તમામ વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે જેના કારણે શહેરના 90 ટકા નાગરીકોને આજે હાલાકી ભોગવવી પડી હતી કલેકટરે લોકોને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા અને કોઇ રસ્તા પર પાણીનો ભરાવો લાગે તો પસાર નહીં થવા અપીલ કરી છે હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી ચોવીસ કલાકમાં હજી ભારે વરસાદની આગાહી છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended