જામનગરઃ શહેરમાં આવેલા સ્વીમિંગ પુલના મહિલા કોચે મહિલાઓ નાહતી હતી ત્યારે જ ફેસબુક લાઈવ કર્યું છે જો કે, ત્યારબાદ તેમણે લાઇવ ડિલીટ પણ કર્યું હતું તે છતાં હાલ આ લાઇવ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જામનગર મનપા દ્રારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના મહિલા સ્વિમિંગ પુલમાંથી લાઇવ કરવામાં આવ્યું હતું હાલ ટિકટોક વીડિયોને લઇને રાજ્યનો પોલીસ વિભાગ ચર્ચામાં છે ત્યાં જામનગરમા એક ફેસબુક લાઈવ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આવેલા મહિલાઓના સ્વીમીંગ પુલમાંથી એક વીડિયો લાઇવ કરવામાં આવ્યો હતો બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વીડિયો અન્ય કોઇએ નહીં પરંતુ ખુદ મહિલા કોચે જ આ વીડિયો ફેસબૂક પર લાઇવ કર્યો હતોહાલ વાઇરલ થયું છે કોઈ ફરિયાદ થશે કે કેમ તે જોવું રહ્યું
Be the first to comment