Skip to playerSkip to main contentSkip to footer
  • 7/24/2019
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર ધરાશાયી થયા પછી મધ્યપ્રદેશના વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે કમલનાથ સરકારને પાડવાની ચેતવણી આપી છે તેમને બુધવારે વિધાનસભામાં કહ્યું કે, જો અમારા ઉપરવાળા નંબર 1 અને 2નો આદેશ હશે તો કોંગ્રેસની સરકાર 24 કલાક પણ નહીં ચાલે ભાજપ નેતાના નિવેદન પર ગૃહમાં હોબાળો પણ થયો હતો જોકે તેના થોડાં કલાક બાદ ગૃહમાં દંડવિધિ ખરડા પર વોટિંગ થયું કમલનાથે કહ્યું કે અમારા પક્ષમાં ભાજપના બે ધારાસભ્યોએ વોટિંગ કર્યું
કમલનાથે દાવો કર્યો કે મેહરથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અને શહડોલના બ્યોહારી વિધાનસભા સીટના શરદ કોલે અમારા પક્ષમાં વોટિંગ કર્યું છે વોટિંગ પછી મંત્રી પીસી શર્માએ દાવો કર્યો કે ભાજપના વધુ ધારાસભ્યો મુખ્યમંત્રી કમલનાથના સંપર્કમાં છે

Category

🥇
Sports

Recommended