સુરતઃ પાંડેસરા વિસ્તારમાં પાલિકાના નવનિર્મિત શોપિંગ કોમ્પ્લેક્સમાંથી યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હતી યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયારના અનેક ઘાના નિશાન મળી આવ્યા છે ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, ઘટના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગર ભેદવાડ ચોકડી સામેના એસએમસીના નવનિર્મિત શોપિંગ કોમ્પલેક્સમાં બની છે જ્યાંથી પોલીસને દારૂના ખાલી ગ્લાસ અને બોટલ પણ મળી આવી છે અજાણ્યા ઈસમની ગ્રાઉન્ડ ફ્લોર પરથી લગભગ 200 મીટર ઘસડીને ચોથા માળે લઈ ગયા બાદ દિવાલ સાથે અથડાવીને ચપ્પુના ઘા મરાયા હોય તેવું પ્રાથમિક તપાસનું તારણ છે આ હત્યા પાછળ નજીકના જ પરિચિત યુવકો હોય તેવી આશંકા છે