રવિવારે ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પશ્ચિમી તટમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા 66 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતીઅમેરિકન જીયોલોજીકલ સર્વેએ આ આંકડાકીય માહિતી આપી હતી ધરતીકંપનુંકેન્દ્રસ્થાન પણ બ્રૂમી બીચ રિસોર્ટથી 203 કિમી દૂરપશ્ચિમમાંનોંધવામાં આવ્યું હતું તો સાથે ઓસ્ટ્રલિયાના મીડિયાના અહેવાલો મુજબ આ આંચકાનો અનુભવ સૌથી મોટા બંદર એવા હેડલેન્ડ સુધીઅનુભવાયો હતો જો કે સદનસીબે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર નથી સાથે જ ત્સુનામી અંગે પણ કોઈ જ ચેતવણી જાહેરકરવામાં આવી નથી તો સાથે મળતી વિગતો પ્રમાણે પૂર્વીય ઈંડોનેશિયાના સુદૂર મલુકુમાં પણ રવિવારે જ ભૂકંપના આંચકા આવ્યા હતા જેની તીવ્રતા 74 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી